Posts

એક સવાર ઊગી, કવિ સાથે

એક અવિસ્મરણીય સવાર.... ‘મને પાનખરની બીક ન બતાવો’ એવી ખુમારી અને ‘કેસરિયાળો સાફો ઘરનું ફળીયું લઈને ચાલે’ એવી સંવેદના ધરાવતા કવિ એટલે શ્રી અનિલ જોશી. વર્ષ ૧૯૭૦માં ‘કદાચ’ નામનો અને ૧૯૮૧માં ‘બરફના પંખી’ એ નામનો કાવ્યસંગ્રહ આપનાર આ કવિને એમના ‘સ્ટેચ્યુ’ નિબંધ સંગ્રહ માટે સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ. બાદમાં ૧૯૮૮માં ‘પવનની વ્યાસપીઠે’ નામે પણ એક સરસ નિબંધ સંગ્રહ ભાવકો સુધી પંહોચ્યો છે. આ સિવાય એમના  ‘બૉલપેન’, ‘દિવસને અંધારું છે’ વગેરે નિબંધ સંચયો પણ ગુજરાતી વાચકોએ માણ્યા છે. જેમનો સાહિત્ય વૈભવ વરસો સુધી માણીએ અને અચાનક ખબર પડે કે એ વ્યક્તિ મારા શહેરમાં છે પછી હૈયું હાથ કેમ રહે? ૨૫ ડિસમ્બરે નવજીવનની ભૂમિ પર જેમના આત્મા કથાનકનું વિમોચન થયું. કૌટુંબિક વ્યસ્તતાને કારણે એ કાર્યક્રમ ન માણી શકાયાનો અફસોસ હજુ શમ્યો ન હતો ત્યાં જ 28 ડિસેમ્બરની સવારે ખબર પડી કે કવિ-લેખક શ્રી અનિલ જોશી અમદાવાદમાં છે. એમની પાસેથી ફોન પર મંજૂરી મળ્યા પછી પંદરમી મિનિટે હું, ૮૨ વર્ષની વયે પણ વિચારોની તાજગી અને ઊર્મિશીલતાથી સમૃધ્ધ એવા શ્રી અનિલ જોશીની સામે બેઠો હતો. મળવાના નિમિત્તમાં ઉપર લખ્યા એ ગીતોની મનમાં ગુંજ્યા

યાદગાર ક્ષણો

Image
 તા.20.02.2022ના દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વર્ષ 2019 માટે શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો અર્પણ થયાં... મારા પુસ્તક 'ચબરખી' ને આ માટે પસંદ કરવા માટે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ મુરબ્બી શ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મહામાત્ર શ્રી જોરાવરસિંહ જાદવ તેમજ આ શ્રેણીના પુસ્તક ચયન માટેના પરામર્શક શ્રી પ્રવીણ દરજી સાહેબનો હૃદયપૂર્વક આભારી છું.

એક ધન્ય સાંજની વાત

Image
મોરબી નજીક મચ્છુ નદી પરના સુપ્રસિદ્ધ બંધની નજીક ત્રણેક એકરમાં જતનથી ઉછેરેલા વૃક્ષો વચ્ચેનું એક પવિત્ર સ્થળ એટલે સરસ્વતી નિકેતન આશ્રમ. વિદ્વતાપૂર્ણ વ્યક્તિત્વ અને છતાંય સતત અભ્યાસ માટે તત્પર શ્રી ભાણદેવજીનો આ આશ્રમ. પ્રકૃત્તિદત્ત પવિત્રતા અને અલૌકિક શાંતિની અનુભૂતિ વાળી જગ્યા. જેના નામ સાંભળ્યાં હોય પણ ક્યારેય જોયાં ન હોય એવાં વૃક્ષો ત્યાં જતનપૂર્વક વિકસ્યા છે. બિલ્વપત્રનું વિશાળ વૃક્ષ, અમૃતફળ આમળાના હારબંધ વૃક્ષો અને સમૃધ્ધ વનસ્પતિ વિશ્વ વચ્ચે જ્યારે ચંદનના વૃક્ષના દર્શન થયાં ત્યારે મનોમન અહોભાવ અનુભવ્યો. શ્રી ભાણદેવજીને થોડાં વર્ષો પહેલાં અલપઝલપ મળવાનું થયેલું પરંતુ એમના વધુ પુસ્તકો વાંચ્યા પછી અને ખાસ તો 'વજ્રયાન' વાંચ્યા પછી એમને મળવાની તાલાવેલી લાગી. તા. 22 ઓગસ્ટના દિવસે એ તક મળી. ઉંમરના સાત દશક પછી પણ યોગાભ્યાસ અને નિયમિત સાત્વિક જીવનને કારણે તંદુરસ્તી જાળવીને અભ્યાસ અને અર્જિત જ્ઞાન વૈભવને શબ્દદેહ આપવામાં વ્યસ્ત શ્રી ભાણદેવજી એ અમને એમનો આશ્રમ, પુસ્તકાલય, યજ્ઞશાળા અને પૂજા ખંડ, ધ્યાનખંડ વગેરે બતાવી વાર્તાલાપ શરું કર્યો.  વાતોનો વિષય અને સંદર્ભો અનેક હતાં પણ શબ્દે શબ્દે સ્

ઋણ સ્વીકાર

Image
  મને એવું લાગે છે કે શબ્દ સાથેનું મારું અનુસંધાન જન્મોજન્મનું હશે. શબ્દનું સંમોહન જ મને બેંકની નોકરી સાથે સાહિત્ય ક્ષેત્રે પણ પ્રવૃત્ત રાખે છે. પ્રથમ સ્વાગતોક્તિ પ્રકારનું  લખાણ 1985ના વરસમાં કાગળ પર ઉતાર્યું એ પછી છેક 2007માં મિત્ર શ્રી કમલેશ પંડયાના પ્રેમાગ્રહ પછી 'ગ્રીનલીફ' નામક પુસ્તિકા પ્રસિદ્ધ કરી. અનેક ત્રુટીઓ છતાં મિત્રોએ આવકાર આપ્યો..એ પછીના સમયમાં વિચારોનું શબ્દાવતરણ તો ચાલું જ રહ્યું..અને શબ્દઅનુરાગી મિત્ર શ્રી સંજય ઉપાધ્યાયના તથા પરિવારજનોના પ્રોત્સાહન પછી "ચબરખી"નો પિંડ બંધાયો. પ્રસ્તાવના માટે એક બે લેખક વિવેચક વ્યક્તિઓનો સંપર્ક કર્યો પણ એ શક્ય ન બન્યું. વીસેક વર્ષ પૂર્વે જેમની સાથે એક હોસ્પિટલના બાંકડે ગોષ્ઠી કરેલી અને એકાદ વખત પત્રવ્યવહાર પણ કરેલો એવા સાહિત્યકાર અને ઉમદા વ્યક્તિત્વના માલિક શ્રી ભાગ્યેશભાઈ જહાંનો પ્રસ્તાવના માટે સંપર્ક કર્યો અને એમણે તૈયારી બતાવી એ મારા સદભાગ્ય સમજુ છું. એમની સહૃદયતા એટલી કે વિદેશ જતા જતા એરપોર્ટ પર પ્રસ્તાવનાનો ઓડિયો રેકર્ડ કરી મને મોકલી આપ્યો. સાહિત્ય મર્મજ્ઞ હોવાં છતાં જે પોતાને વાચક તરીકે જ ઓળખાવે છે એવા વિનમ્ર મિત્

વૃક્ષાલાપ

  વૃક્ષાલાપ હે વૃક્ષ, આજે તારી સાથે વાતો કરવી છે  ઈશ્વરનું અસ્તિત્વ  જેમ પૃથ્વી પર કણ-કણમાં છે એમ  પૃથ્વીનો એવો કયો ભાગ હશે જ્યાં તારી હાજરી ન હોય?  હે વૃક્ષ, બાળપણથી  તને જોતો આવ્યો છું  મેં જોયું છે તને પર્ણ વિહીન અવસ્થામાં, મેં જોયું છે તને લીલાછમ અવતારમાં, મેં જોયું છે તને પરિસ્થિતિ સામે ટક્કર ઝીલતા, દૂરથી વહી આવતો પવન ક્યારેક તને વ્હાલ કરે છે તો ક્યારેક તારી છેડતી પણ કરે છે  એ પણ મેં જોયું છે..  એજ પવન ક્યારેક મચી પડે છે તારા સમૂળગા વિનાશ માટે પણ .. હે વૃક્ષ, મેં જોઈ છે તારી સ્થિરતા આ દરેક સંજોગોમાં,  વ્હાલથી સ્પર્શીને વહી જતા પવન પ્રત્યે પણ  તને આસક્તિ નથી થઈ અને છેડતી કરતાં પવન સાથે પણ  ક્યારેય તેં ગુસ્સો નથી કર્યો. આંધી સ્વરૂપે આવતા પવનને  તે ક્યારેય ક્રોધિત થઈ શ્રાપ નથી આપ્યો જ્યાં સુધી  તારી ક્ષમતા એ તને સાથ આપ્યો ત્યાં સુધી તેં  આંધીનો સામનો કર્યો છે  પણ  જ્યારે ક્ષમતા ઓસરવા લાગી ત્યારે શરણાગતિ સ્વીકારવામાં પણ કોઈ  નાનમ તેં નથી અનુભવી.  મેં જોયું છે તને ગગનગામી ઊંચાઇઓ પ્રાપ્ત કરતા... જોયો છે મેં તારો વિકાસ અને વિનાશ પણ ... હે વૃક્ષ,  ડાળીએ ડાળીએ  ઉઠતા કલરવને તેં આપેલો આશરો 

ગતિ અને ગંતવ્ય

ગતિ અને ગંતવ્ય એક સરસ સવાલ કોઇકે પુછ્યો છે કે એવું ક્યુ કાર્ય છે જે સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે કરતી હોય છે? જવાબ માટે અનેક વિકલ્પો છે પણ મને સૌથી વધુ બંધબેસતો લાગ્યો એ જવાબ આ છે. *સમગ્ર જીવસૃષ્ટિ એક સાથે ગતિ કરી રહી છે*. જીવન એ ગતિ નો પર્યાય છે. ગતિ અટકી એટ્લે જીવન અટક્યું. અરે માત્ર જીવની જ વાત શા માટે? વાયુ કે અગ્નિ કે જળનું અસ્તિત્વ જ ગતિશીલતા પર આધારિત છે. બ્રહમાંડમાં ગ્રહો, ઉપગ્રહો, સૂર્યમાળાઓ, સઘળું ગતિમાન છે અને એટલે જ એ છે. અંહી એક સુક્ષમ તફાવત સમજવો રહ્યો. સ્થિરતા અને ગતિહીનતા બંને અલગ બાબત છે. સ્થિરતા એ સમતોલપણા સાથે સંકળાયેલી ઘટના છે જ્યારે ગતિહીનતા એ નિર્જીવપણાની નિશાની છે. જમીન સ્થિર છે પણ નિર્જીવ નથી કારણકે પૃથ્વી પોતે ગતિમાન છે. એટલે જ કદાચ શાસ્ત્રો  “ચરેવૈતી...ચરેવૈતી..“ ઉચ્ચારે છે.     કાળની કેડી પર સતત ચાલવું એટ્લે જ જીવવું. અંહી ગતિ એ ઝડપના અર્થમાં નથી પણ વૃધ્ધિના અને વિકાસના સંદર્ભમાં છે. એટલા માટે જ ઘણા શબ્દ પ્રયોગોમાં “ચાલવું” સમાવિષ્ટ છે. જેમકે મગજ ચાલવું, બુધ્ધિ ચાલવી, શ્વાસ ચાલવા, શું ચાલે છે ?, બસ સારું ચાલે છે. વગેરે.  હમણાં એક વડીલની ખબર પૂછવા જવાનું બન્યું ત્ય

સુખદ સંસ્મરણ

Image